કેનેડાનાં નવા ઈમિગ્રેશન નિયમોથી ભારતીયો માટે ફાયદાકારક

Thursday 17th November 2016 06:15 EST
 

ટોરન્ટોઃ કેનેડા દ્વારા ઈમિગ્રેશનનાં નવા નિયમો જાહેર કરાયા છે જે મુજબ ભારતનાં વિદ્યાર્થીઓ તેમજ હાઈલી સ્કિલ્ડ ભારતીયોને ફાયદો થશે. નવા નિયમો મુજબ જે લોકો ઉચ્ચ કુશળતા ધરાવતા હશે તેવા ઈમિગ્રન્ટસને પીઆરશિપ આપવાની કામગીરીમાં વધારો કરાશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કેનેડાની સંસ્થાઓમાં ભણીને ગ્રેજ્યુએટ થયા હશે તેઓ સરળતાથી પીઆર મેળવી શકશે.

નવા નિયમો ૧૮ નવેમ્બરથી લાગુ કરાયા છે. કેનેડામાં ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં ૧૪ ટકા ભારતીય હોય છે. ચીનનો બીજો નંબર આવે છે. ૨૦૦૪-૦૫થી ૨૦૧૩-૧૪ વચ્ચે કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ૮૮ ટકાનો વધારો થયો હતો. દાયકા પહેલાં ૬૬.૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓ હતા જે દસ વર્ષમાં વધીને ૧,૨૪,૦૦૦ થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter