કેનેડામાં ગેંગવોરઃ શીખ પિતા-પુત્રની ગોળી મારી હત્યા

Friday 24th November 2023 06:00 EST
 
 

ઓટાવાઃ કેનેડાના એડમન્ટનમાં વધુ એક ગેંગવોરની ઘટના સામે આવી હતી. જેમાં ભારતીય મૂળના શીખ પિતા અને તેમના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરાઈ હતી.
હુમલામાં માર્યા ગયેલો હરપ્રીત સિંઘ ઉપ્પલ (41) કેનેડાના સંગઠિત અપરાધ શાખામાં કુખ્યાત હતો. ઘણા ગેરકાયદે ધંધા ઉપ્પલના નામે પોલીસ ચોપડે નોંધાયેલા હતા. એડમન્ટન પોલીસ સર્વિસના કાર્યકારી સુપરિન્ટેન્ડેન્ટ કોલિન ડેર્કસેને જણાવ્યું હતું કે 16 નવેમ્બરે બપોરે એક ગેસ સ્ટેશન બહાર હરપ્રીત અને તેના પુત્રને ગોળી મારી દેવાઈ હતી. ઘટના સમયે કારમાં બેઠેલો પુત્રનો મિત્ર નાસી છૂટ્યો હતો. હુમલાખોરોને કારમાં બાળકની હાજરી હોવાની પહેલાંથી જ જાણ હતી. તેમણે બાળક પર પણ હુમલો કરી દીધો હતો. રિપોર્ટ અનુસાર ઉપ્પલ પર કોકેઈનની દાણચોરી કરવાનો આરોપ છે. આ અંગેની સુનાવણી આવતા વર્ષે એપ્રિલમાં કોર્ટમાં શરૂ થવાની છે.




to the free, weekly Gujarat Samachar email newsletter