અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને તેના વડાપ્રધાન જસ્ટિસન ટ્રુડો વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. ટ્રમ્પે ટ્રુડોને કેનેડાના ગવર્નર કહ્યા અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો પરંતુ તેનાથી કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીને ઘણો ફાયદો થયો છે. તાજેતરમાં જાહેર થયેલા ચૂંટણી સરવેમાં વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી કરતાં લિબરલ પાર્ટીને વધુ લોકપ્રિયતા મળી છે.
ઇપ્સોસ સરવેમાં લિબરલ્સને 38 ટકા અને કન્ઝર્વેટિવ્સને 36 ટકા સમર્થન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 6 અઠવાડિયાં પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટી 46 ટકા પર હતી જે લિબરલ કરતાં 20 ટકા આગળ હતી. પરંતુ નવા સરવેમાં ટ્રુડોની પાર્ટીને 25 ટકાની લીડ મળી છે. હકીકતમાં ટ્રમ્પ ટ્રુડોને ઘેરી રહ્યા છે છતાં કેનેડાનો અવાજ ઉઠાવવામાં કોઈ કસર છોડી નથી.
આ જ સમયે અન્ય બે સર્વેક્ષણોમાં લિબરલ્સ અને કન્ઝર્વેટિવ્સ વચ્ચે સમર્થન લગભગ સમાન છે. લેજર પોલમાં કન્ઝર્વેટિવ્સને 38 ટકા અને લિબરલ્સને 35 ટકા સમર્થન મળ્યું છે. ઇકોસ પોલમાં લિબરલ્સને 38 ટકા અને કન્ઝર્વેટિવ્સને 37 ટકા સમર્થન મળ્યું છે.
ટ્રમ્પે કેનેડામાંથી થતી આયાત પર ટેરિફ લાદવાની અને કેનેડાને 51મા યુએસ રાજ્ય તરીકે જોડવાની ધમકી આપી છે. આનાથી લિબરલ્સને સમર્થન મળ્યું છે.
ટ્રુડોની અપીલની અસરઃ કેનેડિયનો યુએસ પ્રવાસ ટાળી રહ્યા છે
કેનેડિય કેનેડિયન નાગરિકો યુએસની મુસાફરી ટાળી રહ્યા છે. પીએમ ટ્રુડોએ કેનેડિયનોને દેશમાં રજાઓ ગાળવાની અપીલ કરી છે. જેના કારણે અમેરિકાનો પ્રવાસ રદ થઈ રહ્યો છે. કેનેડિયન પ્રવાસીઓની સંખ્યામાં 10 ટકા જેટલો ઘટાડો થવાથી અમેરિકાને 2.1 બિલિયન ડોલરનું નુકસાન થશે. વેસ્ટજેટ અને કેનેડામાં અન્ય સ્થળો માટે બુકિંગમાં વધારો જોવા મળ્યો છે.
અમેરિકી સ્ટેટ ટુરિઝમ બોર્ડ સંભવિત અસરો માટે તૈયારી કરી રહ્યા છે. વેસ્ટજેટના એલેક્સિસ વોન હોન્સબ્રોચે કહ્યું કે આ પ્રતિક્રિયા અનોખી છે. આ સિવાય કેનેડાના ઘણા સ્ટોર્સમાંથી અમેરિકન પ્રોડક્ટ્સને હટાવવાની મુહિમ શરૂ થઈ ગઈ છે, જેના કારણે ચિંતા વધી છે.