કેનેડામાં પીઆર માટે ટૂંકમાં TOEFL એસેન્સિયલ ટેસ્ટને માન્યતા

Thursday 28th August 2025 04:53 EDT
 
 

ઓટ્ટાવાઃ કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી ઈચ્છતા લોકો માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ચકાસવા લેવાતી પરીક્ષાના વિકલ્પોમાં વધુ એકનો ઉમેરો થશે. ઇમિગ્રેશન માટેની કેટલીક ચોક્કસ અરજીઓ માટે ટોફેલ એસેન્શિયલ ટેસ્ટને માન્યતા આપવા અંગે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (આઈઆરસીસી)એ પુષ્ટી કરી છે. અહેવાલ અનુસાર, હાલમાં ‘TOEFL’ (ટેસ્ટ ઓફ ઈંગ્લિશ એઝ અ ફોરેન લેન્ગ્વેજ) ઈમિગ્રેશનની અરજી માટે ઉપલબ્ધ નથી. જોકે આઈઆરસીસીએ સંકેતો આપ્યાં છે કે, તેના વેબ પોર્ટલમાં ટૂંક સમયમાં જ આ અંગેના જરૂરી સુધારા આવરી લેવાશે. TOEFL એસેન્શિયલ ટેસ્ટનું સંચાલન એજ્યુકેશલ ટેસ્ટિંગ સર્વિસ (ઈટીએસ) દ્વારા કરાય છે. આઈઆરસીસીના પર્મેનન્ટ ઈકોનોમિક ઈમિગ્રેશન પ્રોગ્રામ હેઠળ અરજી હેઠળ અરજી કરનારાઓ ટોફેલ એસેન્શિયલ ટેસ્ટ આપી શકશે. આ ઉપરાંત એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ અરજી કરનારાઓ જેમાં ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ, ફેડરલ સ્કિલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ તથા કેનેડિયન એક્સપીરિયન્સ ક્લાસ હેઠળ અરજી કરનારા પણ ટોફેલ એસેન્શિયલ ટેસ્ટ આપી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter