કેનેડામાં ભારતીય ટ્રક ડ્રાઇવરની હત્યાઃ બેની ધરપકડ

Wednesday 25th July 2018 10:34 EDT
 
 

ટોરન્ટો: કેનેડામાં ૨૦મીએ ૨૭ વર્ષના એક ભારતીયની ચાર બદમાશોએ તેમના ઘરમાં જ ગોળીઓ મારી હત્યા કરી હતી. પોલીસે શંકાના આધારે બે જણાની ધરપકડ કરી હતી અને નાસતા ફરતા અન્ય બેની શોધ તેજ કરી હતી. ૨૭ વર્ષનો ટ્રક ડ્રાઇવર પરદિન્દરસિંહ ૨૦૦૯માં કેનાડા આવ્યો હતો. કન્ટ્રીસાઇડના વિસ્તારમાં ડુન્સવુડમાં આવેલા તેમના મકાનમાં ગોળીબારના અવાજ આવ્યા હતા ત્યારે જ તેની હત્યા કરી નાખવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. કયા કારણસર તેની હત્યા કરવામાં આવી હતી તે હજુ સ્પષ્ટ થયું નહોતું. ૧૮ અને ૧૯ વર્ષના બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હજુ પણ બે હત્યારા નાસતા ફરે છે. સિંહનું ઘટના સ્થળે જ અવસાન થયું હોવાનું પોલીસે કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter