કેનેડામાં ભારતીય હાઈ કમિશનર ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

Thursday 21st March 2024 03:51 EDT
 
 

ઓટ્ટાવાઃ ભારત સાથે તંગ રાજકીય સંબંધો વચ્ચે કેનેડામાં ભારતના હાઈ કમિશનર પર તલવારથી હુમલાનો પ્રયાસ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ બનાવમાં કેનેડાની પોલીસે ખાલિસ્તાનીઓના નાપાક ઈરાદા નિષ્ફળ બનાવ્યા હતા.
કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા 11 માર્ચે ઇન્ડો-કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા એડમન્ટન પહોંચ્યા ત્યારે ખાલિસ્તાની સમર્થકોએ વર્મા વિરુદ્ધ અપમાનજનક નારેબાજી કરી હતી. આ સમયે તલવાર સાથે આગળ વધી રહેલા ખાલિસ્તાની સમર્થકોને કેનેડા પોલીસના જવાનોએ ધક્કા મારીને પાછા ધકેલ્યા હતા. આ બનાવનો વીડિયો સામે આવતા ચકચાર મચી છે. આ કાર્યક્રમને ખોરંભે પાડવાના પ્રયાસમાં ભારતીય તિરંગાનું પણ અપમાન કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter