ટોરોન્ટોઃ કેનેડાની એક કોર્ટે હિન્દુ સમુદાયના ધર્મસ્થાનો - મંદિરોની સુરક્ષા અંગે મહત્ત્વનો નિર્દેશ કરતાં કહ્યું છે કે મંદિરના 100 મીટરના વિસ્તારમાં ખાલિસ્તાનીઓને પ્રવેશવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.
ઓન્ટારિયોની સુપિરિયર કોર્ટ ઓફ જસ્ટિસે દેખાવો કરવાના બહાને આવનારા ખાલિસ્તાની સમર્થકો પર પ્રતિબંધ મૂક્યો છે. ટોરોન્ટોમાં સ્કારબ્રોના લક્ષ્મીનારાયણ મંદિરની અરજી સંદર્ભે કોર્ટે કહ્યું કે મંદિરમાં યોજાનારા વિઝા અને જીવન પ્રમાણપત્ર બનાવવાના કોન્સ્યુલર કેમ્પમાં ખાલિસ્તાની સમર્થકો પ્રવેશ કરી શકશે નહીં. અને જો કોઈ ખાલિસ્તાની સમર્થક ત્યાં દેખાશે તો પોલીસ ધરપકડ કરશે.