ક્રાઇંગ બેબી ફેસ્ટિવલઃ 400 વર્ષ જૂની નાકી સુમો પરંપરા

Friday 23rd May 2025 06:10 EDT
 
 

જાપાનના ટોક્યોમાં ‘નાકી સુમો’ એટલે કે ક્રાઈંગ બેબી ફેસ્ટિવલ યોજાયો હતો. છેલ્લા 400 વર્ષથી ઉજવાતા આ ઉત્સવમાં સુમો કુસ્તીબાજો બાળકોને સામ-સામે રાખીને રડાવે છે. જાપાનીઓ તેમની વર્ષોજૂની માન્યતા અનુસાર, નકારાત્મકતાને દૂર કરવા માટે દર વર્ષે બાળકોને રડાવવાની પરંપરા નિભાવે છે. તેમનું માનવું છે કે નિર્દોષ બાળકના મોટેથી રડવામાં રાક્ષસો અથવા દુષ્ટ આત્માઓને દૂર કરવાની શક્તિ હોય છે. આ ઉત્સવ એપ્રિલના અંતમાં કે મેની શરૂઆતમાં ઉજવવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter