ક્રાઇસ્ટનો ‘અંતિમ વિસામો’ મળ્યો

Thursday 03rd November 2016 07:40 EDT
 
 

યેરૂશાલેમઃ યેરૂશાલેમમાં હોલી સેપ્યુલચે ચર્ચ ખાતે ચાલી રહેલા જિર્ણોદ્ધાર દરમિયાન જિસસ ક્રાઇસ્ટના અંતિમ વિસામારૂપ સ્થાન મળી આવ્યું છે. આમ તો યેરૂસલેમના આ ચર્ચને પરંપરાગત રીતે જ જિસસ ક્રાઇસ્ટના અંતિમ વિસમા તરીકે માનવામાં આવતું હતું પરંતુ તેમાં ખરેખર અંતિમ વિસામા તેમાં ખરેખર અંતિમ વિસામા સ્થાનની ચોક્કસ ભાળ હજી સુધી નહોતી મળી. જોકે સદીઓ પછી પહેલી જ વાર વિજ્ઞાનીઓએ તે ચર્ચમાં જિસસ ક્રાઇસ્ટની કબરને શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે.
ઇસવીસન ૧૫૫૫થી તે સ્થાન આરસપહાણની પાટોથી ઢંકાયેલું હતું. તે આરસપહાણની પાટને ખસેડતાં અંદરથી મળી આવેલી સામગ્રી જોઈને પુરાતત્ત્વવિદ ફ્રેડરિક હીબર્ટ પણ અચંબામાં પડી ગયા હતા.
ખ્રિસ્તી પરંપરા મુજબ ક્રુસિફિકેશન બાદ ઈસુ ખ્રિસ્તના દેહને ચૂનાના પથ્થરોની ગુફાની બાજુમાં તૈયાર થયેલી કબરમાં મૂકવામાં આવ્યો હતો એવી પણ માન્યતા છે કે ક્રુસિફિકેશન પછી ઈસુ પાછા જીવતા થયા હતા. તેમાં દેહને ત્રણ દિવસ સુધી સુગંધિત દ્રવ્ય લગાવતી રહેલી મહિલાએ કહ્યું હતું કે, સ્થાન પર દેહના અવશેષો જ નથી.
આગમાં આ સ્થાનનો નાશ થયા પછી ૧૮૦૮ – ૧૮૧૦માં તે સ્થાનનો જિર્ણોદ્ધાર થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter