ગંદા હૈ પર ધંધા હૈ યહ... વાછૂટ વેચવાનો વેપાર!

Wednesday 19th January 2022 06:44 EST
 
 

વોશિંગ્ટન: અમેરિકાની એક મહિલાએ વિચિત્ર બિઝનેસ શરૂ કર્યો હતો અને તેમાંથી તેણે અઢળક કમાણી પણ કરી હતી. જોકે, પોતાના આ જ બિઝનેસના કારણે તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો ત્યારે તેને સમજાયું કે આ ધંધો ખરેખર ‘ગંદો’ જ છે. સ્ટેફની મેટો નામની મહિલા પોતાની વાછૂટ નાનકડી જારમાં ભરીને વેચતી હતી. જેનાથી તે દર અઠવાડિયે લગભગ ૩૭,૦૦૦ પાઉન્ડ (આશરે ૩૭ લાખ રૂપિયા)ની કમાણી કરતી હતી.
જોકે, પેટમાં વધુ ગેસ ઉત્પન્ન કરીને વધુ કમાણી કરી લેવાના ચક્કરમાં આ મહિલાનો જીવ જોખમમાં મૂકાયો ત્યારે તેને આ ધંધાની ગંભીરતા સમજાઇ હતી. સ્ટેફનીએ કહ્યું હતું કે મને લાગ્યું હતું કે જાણે હાર્ટ એટેક આવી ગયો છે અને મારો અંતિમ સમય ચાલી રહ્યો છે.
વાછૂટ કરવા માટે પેટમાં વધારે ગેસ ઉત્પન્ન કરવા માટે સ્ટેફની દરરોજ ૩ પ્રોટિન શેક અને એક વાટકો ભરીને બ્લેક બીન સૂપ પીતી હતી. આ ડાયેટ જ તેને ભારે પડી ગયું. આમ કરવામાં એક દિવસ તેની છાતીમાં દુખાવો ઊભો થયો હતો અને તેને હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું હતું. હવે તેણે આ ‘બિઝનેસ’ છોડી દેવાનું નક્કી કરી લીધું છે.
સ્ટેફની મેટો એક રિયાલિટી ટીવી સ્ટાર છે અને 90 Day Fiance ટીવી શોમાં કામ કરી ચૂકી છે. મીડિયા અહેવાલ પ્રમાણે સ્ટેફનીની છાતીમાં દુખાવો થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનામાં હાર્ટ એટેકના લક્ષણો હતા.
સ્ટેફની પોતાની વાછૂટ વેચીને દર સપ્તાહે ૩૭ હજાર પાઉન્ડ કમાતી હતી. એક સમયે તો તે દર અઠવાડિયે વાછૂટ ભરેલી ૫૦ જાર વેચતી હતી. તેની એક જાર વાછૂટની કિંમત ૭૩૫ પાઉન્ડ જેટલી હતી. તે સોશિયલ મીડિયા પર પોતાના ૨.૬૦ લાખ ફોલોઅર્સને આ જાર વેચતી હતી. તેણે જણાવ્યું હતું કે બીમાર થઈ ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તે જયારે શ્વાસ લેતી હતી ત્યારે હૃદયની આજુબાજુ તીવ્ર સેન્સેશન અનુભવાતું હતું.
અમેરિકાના કનેકિટકટમાં રહેનારી સ્ટેફનીને પોતાના મિત્રોએ હોસ્પિટલ ભરતી કરાવી હતી. હોસ્પિટલમાં તેમણે સ્ટેફનીના બિઝનેસ વિશે જણાવ્યું ન હતું. ડોકટરોએ તેને ડાયેટમાં ફેરફાર કરવાનું કહ્યું હતું અને ગેસ બનતો રોકવા માટેની દવા આપી હતી. જેના કારણે તેના બિઝનેસ ઠપ્પ થઇ ગયો હતો.
સ્ટેફનીએ આ પહેલા ખુલાસો કર્યો હતો કે, ઘણા વર્ષોથી મને પુરુષો અને મહિલાઓના મેસેજ આવતા હતા કે જેઓ મારા પહેરેલાં કપડાં, ન્હાવાનું પાણી વગેરે ખરીદવાની ઈચ્છા ધરાવતા હતા.
મને લાગ્યું કે વાછૂટ વેચવી ઘણો અનોખો વિચાર રહેશે. આ લગભગ એક નવી વસ્તુ જેવી છે. એકટરે દાવો કર્યો હતો કે તેની વાછૂટ ખરીદવા માટે તેને દરરોજ ઘણા ઓર્ડર મળી રહ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter