ગમે તેમ કરીને ૧૧૭૮૦ મત ભેગા કરોઃ ડોનાલ્ડ ટ્રમ્પનું રેકોર્ડિંગ લીક

Tuesday 05th January 2021 16:46 EST
 

વોશિંગ્ટન: અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં છેતરપિંડીના આરોપો લગાડનારા ડોનાલ્ડ ટ્રમ્પની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આ ટેપમાં ટ્રમ્પ જ્યોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રેડ રેફેંસપર્ગરને કહે છે કે, મારી જીત માટે જરૂરી એવા ૧૧૭૮૦ વધુ મતની વ્યવસ્થા કરો. જો તમે આટલા મત ભેગા નહીં કરી શકો તો હું ગુનાઇત ગતિવિધિના આરોપમાં તમારી વિરુદ્વ કાર્યવાહી કરીશ. ટ્રમ્પ જ્યોર્જિયામાં જો બાઇડેન વિરુદ્વ ૧૧૭૭૯ મતથી હાર્યા હતા. હજી પણ જોકે ટ્રમ્પ હાર સ્વીકારી શક્યા નથી અને પરિણામો બદલવા તમામ પ્રયાસ કરી રહ્યાં હોવાનું જણાય છે. ટ્રમ્પે ચૂંટણી પરિણામોને પડકારીને યુએસની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જોકે, સુપ્રીમે મતોની હેરાફેરી થઇ હોવાના ટ્રમ્પના દાવા ફગાવી દીધાં છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter