ગાઝાની શિફા હોસ્પિટલમાં 200 આતંકી ઠાર

Friday 05th April 2024 06:13 EDT
 
 

ગાઝાઃ હમાસ અને ઇઝરાયેલના સામસામે હુમલા વચ્ચે અમેરિકા ઇઝરાયેલ સાથે બેઠક યોજવાની તૈયારીમાં છે. ઇઝરાયેલ દ્વારા હાલ ગાઝામાં જે કાર્યવાહી ચાલી રહી છે તે અને રાહત કાર્ય અંગે આ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. આ એક વર્ચ્યુઅલ બેઠક હશે. બીજી તરફ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ શિફામાંથી ઇઝરાયેલી સૈનિકો બહાર નીકળી ગયા છે. આ ઓપરેશન દરમિયાન 20 જેટલા દર્દીઓ પણ માર્યા ગયા હતા.
બે સપ્તાહ સુધી ઇઝરાયેલી સૈનિકોએ આ હોસ્પિટલમાં દરોડા પાડયા હતા. આ દરમિયાન આશરે 200 જેટલા આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હોવાનો દાવો ઇઝરાયેલે કર્યો છે. હમાસના આતંકીઓ આ વિસ્તારમાં છુપાયા હતા. જેની જાણકારી મળ્યા બાદ ઈઝરાયેલે હોસ્પિટલને ઘેરીને હુમલા શરૂ કર્યા હતા. ઇઝરાયેલ સૈન્યનો દાવો છે કે શિફા હોસ્પિટલમાં કરાયેલી કાર્યવાહી છેલ્લા છ મહિનાથી
ચાલી રહેલા યુદ્ધમાં સૌથી મોટી કાર્યવાહી અને સફળતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter