ચમરબંધી એલન મસ્ક સાથે બાથંબાથી

Thursday 14th December 2023 04:56 EST
 
 

પૂર્વ સોશિયલ પ્લેટફોર્મ ટ્વીટર અને વર્તમાન Xના વડા અને ટેસ્લાના માલિક બિલિયોનેર એલન મસ્ક વિવાદો સર્જવા માટે જાણીતા છે. X પર એન્ટિસેમેટિક પોસ્ટને વધુ વજન આપવાના આક્ષેપ સાથે એપલ, ડિઝની અને IBM સહિતની અગ્રણી કંપનીઓએ તેને જાહેરાત આપવાનું બંધ કરી દીધું છે. આ કંપનીઓ જાહેરાત બંધ કરીને તેમને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કરતી હોવાના વળતા આક્ષેપ સાથે અકળાયેલા મસ્કે તેમને ‘ભાડમાં જાઓ’ કહી રોષ પ્રગટ કર્યો છે. જોકે, કંપનીઓ દ્વારા એડવર્ટાઈઝિંગ બહિષ્કાર Xને નાદારી સાથે ખતમ કરી શકે છે તેવું સ્વીકારવા છતા મસ્ક નમતું જોખવા તૈયાર નથી. X પર યહુદી લોકો શ્વેત પ્રજા સામે નફરત ધરાવતા હોવાની ટીપ્પણી કરાઈ તેની સાથે મસ્કે સંમતિ દર્શાવી હતી. આના પરિણામે, વિવાદ સર્જાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter