ચીન કઇ રીતે કોરોના સામેનો જંગ જીતી રહ્યું છે?

Wednesday 18th March 2020 05:35 EDT
 

• આક્રમક ઉપાયઃ કોરોનાનું જન્મસ્થાન ગણાતા ચીનમાં એક મહિના પહેલા રોજ ૩૦૦૦ કેસ આવતા હતા. હવે ૧૦થી પણ ઓછા કેસ આવે છે. લોકડાઉન, કડક ક્વોરેન્ટાઇન અને ફરજિયાત તપાસે હજારો ચેપથી બચાવ્યા.
• ચેપગ્રસ્તોને અલગ કર્યાઃ ખાસ બનાવેલા ફીવર ક્લિનિકોમાં દર્દીઓની તપાસ. ચેપગ્રસ્તોની ઓળખ કરીને તેમને સત્વરે અલગ કરવામાં આવ્યા.
• મફત મેડિકલ સુવિધાઃ ટેસ્ટ અને હોસ્પિટલમાં સારવાર મફત. તેનાથી હોસ્પિટલાનાં બિલનો ડર ન રહ્યો, લોકો ડર્યા વિના સામે આવ્યા. રાતોરાત બે મોટી હોસ્પિટલ, ૧૪ અસ્થાયી હોસ્પિટલ શરૂ કરી.
• મજબૂત નાગરિક ભાવનાઃ ૪૦ હજાર ડોક્ટર, નર્સ અને વોલન્ટિયર વુહાનમાં રહ્યાં. હાઇવે કર્મચારીઓએ તાપમાન ચકાસવામાં મદદ કરી.
• ઓનલાઇન શિફિટંગઃ સારવાર અને તમામ જરૂરી વસ્તુ માટે લોકોએ ઇન્ટરનેટની મદદ લીધી. અભ્યાસ, ભોજન અને તમામ વસ્તુ તેના દ્વારા મગાવી. ઘરમાં બંધ રહેવા છતાં હેરાન ન થયાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter