વોશિંગ્ટનઃ અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે અઠવાડિયાના અંતે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે 145 ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી 80 ટકા કર્યો છે. આમ ટ્રમ્પે તેનું વલણ હળવું બનાવવાના સંકેત પાઠવ્યા છે. તેની સામે ચીને કોઈ ઘટાડો કર્યો નથી અને અમેરિકન પ્રોડક્ટ્સ પર તેનો ૧૨૫ ટકાનો રેટ જારી જ રાખ્યો છે.
ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી ટ્રેડ વોર શરૂ કરી તેના પછી અમેરિકા-ચીનના પ્રતિનિધિઓ પહેલી વખત સ્વિટ્ઝરલેન્ડમાં મળી રહ્યા છે. ટ્રમ્પે ગયા શુક્રવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ચીન પર 80 ટકા ટેરિફ યોગ્ય છે. ટ્રમ્પે આ ઉપરાંત ચીને અમેરિકન પ્રોડક્ટ્સ માટે તેનું બજાર ખોલવું જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમના માટે ખુલ્લુ બજાર યોગ્ય હશે, બજારનું એક્સેસ બંધ કરવાથી તેમને કોઈ ફાયદો નહીં થાય.