ચીનનો 200 વળાંકો ધરાવતો ડ્રેગન રોડ

Tuesday 12th July 2022 09:31 EDT
 
 

જાણે કોઈ અજગર પથરાયો હોય એવા 200 વળાંકો ધરાવતો ચીનના પશ્ચિમ ભાગમાં આવેલો પાન્લોન્ગ એન્શિયન્ટ રોડ જગતભરના પ્રવાસીઓનું આકર્ષણ બની રહ્યો છે. બધા વળાંકો સરેરાશ 13 હજાર ફૂટ ઊંચી કુનલૂન પર્વતમાળાની ટોચે આવેલો હોવાથી સ્થનિક લોકો તેને ઊંચા આકાશનો રસ્તો કહે છે. ચીની ભાષાના નામ પાન્લોન્ગનો અર્થ ડ્રેગન થાય છે એ રીતે આ રોડ ખરેખર પોતાના નામને સાર્થક કરે છે. 75 કિલોમીટર લાંબો અને એક પછી એક નાના-મોટા વળાંકો જ વળાંકો ધરાવતો આ રોડ સાહસિકોને જાણે સ્વર્ગનો આનંદ આપે છે તો ડર લાગતો હોય તેમના માટે જાણે નરકના દ્વાર જેવો છે. આવો બીજો રસ્તો યુનાન પરગણાની પશ્ચિમ આવેલો નિન્ઝિન્ગ અને જિયાન્ગશાઓ નગરો વચ્ચે આવેલો છે. 6.3 કિલોમીટર લાંબા આ રોડ પર જોકે ‘માત્ર’ 68 વળાંકો જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter