ચીનમાં ઇસ્લામ સાથે સંકળાયેલા નામો રાખવા પર પ્રતિબંધ

Friday 05th May 2017 08:55 EDT
 

બિજિંગઃ ચીનના ઝીનજીયાંગ પ્રાંતમાં મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલા હોય તેવા નામ નહીં રાખી શકે. જો કોઇ પોતાના સંતાનોના નામ મુસ્લિમ સમુદાય કે ઇસ્લામ સાથે સંકળાયેલા રાખશે તો તેવા બાળકોને શાળામાં પ્રવેશ નહીં મળે કે તેને નોકરીએ પણ નહીં રખાય. જે નામો પર પ્રતિબંધ મુકાયો છે તેમાં સદ્દામ, જેહાદ, મક્કા-મદીના, કુરાન, ઇસ્લામ, ઇમામ, હાજી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હવેથી આવા સંતાનોના નામે ઘર કે કોઇ પ્રોપર્ટી ટ્રાન્સફર નહીં થઇ શકે અને તેઓને કોઇ પણ સરકારી સુવિધાનો લાભ પણ નહીં મળે. ચીનમાં સૌથી વધુ નાસ્તિક લોકો વસે છે અને અહીં ધર્મને લઇને કટ્ટરતા પ્રમાણમાં ઓછી દેખાય છે. અહીં પણ મુસ્લિમ સમુદાયના અનેક લોકો વસે છે. ચીનમાં થોડા દિવસ પહેલાં આતંકી હુમલાની ચીમકી અપાઈ હતી. તેના પછી ચીન આતંકવાદ વિરુદ્ધ લડવા અનેક પ્રકારનાં પગલા લઇ રહ્યું છે. સરકારે દાવો કર્યો છે કે આ પગલાંથી પણ આતંકવાદ અને ધાર્મિક કટ્ટરવાદ સામે લડવામાં ફાયદો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter