ચીનમાં બેક્ટેરિયાનો હુમલોઃ ૩ હજારથી વધુ પીડિત

Wednesday 23rd September 2020 07:39 EDT
 

બેઇજિંગ: કોરોના વાઈરસના હુમલા પછી હવે ઉત્તર-પૂર્વ ચીનમાં હજારો લોકો બેક્ટેરિયા ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. આ બેક્ટેરિયા વેક્સિન ન બનાવનારી સરકારી બાયો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાંથી ગયા વર્ષે ગેસ લીક થયા બાદ ફેલાયો છે. લગભગ ૩૦ લાખની વસ્તી ધરાવતા લાન્ઝુ પ્રાંતમાં ૩૨૪૫ લોકો પીડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ઈન્ફેક્શનથી કોઈનું મોત થયું નથી. ૨૨ હજાર લોકોના સ્ક્રિનિંગ પછી ૧૪૦૧ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. માલ્ટા અથવા મેડિટરેનિયન ફિવર તરીકે ઓળખાતી આ બીમારી ઈન્ફેક્શનનો ભોગ બનેલા પશુ અથવા પશુના ઉત્પાદનના ઉપયોગથી થઈ
શકે છે. તેમાં તાવ, સાંધાનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો થતો જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter