ચીને નેપાળના ૭ જિલ્લાની જમીન પચાવી છતાં ઓલી મૌનઃ

Wednesday 28th October 2020 07:10 EDT
 

ચીને તિબેટની જેમ હવે નેપાળ પર પણ કબજો જમાવવાની કવાયત આદરી છે. ચીને-નેપાળના સાત જિલ્લાની સરહદી જમીનોને પચાવી પાડી છતાં નેપાળના વડા પ્રધાન ઓલીએ વિરોધ ન કર્યાનું કહેવાય છે. ભારતીય ગુપ્ત એજન્સીઓએ તાજેતરમાં જણાવ્યું કે, ભારત તેમજ નેપાળ બંને દેશના અધિકારીઓ અને સરકાર માટે આ ચેતવણી છે. પોતાના એલર્ટ સંદેશમાં એજન્સીઓએ જણાવ્યું કે બહુ જ ઝડપથી ચીન નેપાળની જમીન પર કબજો કરવા લાગ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter