જાપાનમાં એક મહિલાએ ચેટજીપીટી દ્વારા જનરેટ કરાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) પાત્ર સાથે લગ્ન કર્યા છે. આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કાનો નામની 32 વર્ષીય જાપાની મહિલાએ તમામ સામાજિક સીમાઓ તોડીને પોતાના વર્ચ્યુઅલ બોયફ્રેન્ડ લ્યૂન ક્લાઉસ સાથે લગ્ન કર્યા છે, જેને તેણે ચેટજીપીટી પર બનાવ્યો હતો. ત્રણ વર્ષ જૂની સગાઈ તૂટ્યા પછી કાનો ઇમોશનલ સપોર્ટ માટે એઆઈ ચેટબોટનો ઉપયોગ કરવા લાગી હતી. આ વેળા લ્યૂન ક્લાઉસની કરુણા અને કેર લેવાના ગુણથી કાનો બહુ પ્રભાવિત થઇ હતી અને તેના પ્રેમમાં પડી ગઇ હતી. તાજેતરમાં યોજાયેલી લગ્નવિધિ વેળા કાનો એકલી ઊભી હતી અને મહેમાનો સામે તેના ફોન પર ડિજિટલ વરરાજા ક્લાઉસના સંદેશા દેખાઈ રહ્યા હતા. લગ્નના ફોટોમાં ક્લાઉસને ડિજિટલી ઉમેરાયો હતો.


