જર્મનીમાં વર્ષ ૨૦૩૦થી માત્ર ઈલેક્ટ્રિક વાહનોનું જ ઉત્પાદન થશે

Thursday 20th October 2016 09:10 EDT
 

બર્લિન: જર્મન સાસંદોની બનેલી ફેડરલ સમિતિ બુન્ડેસરાતે વર્ષ ૨૦૩૦થી પછીથી જર્મનીમાં કોઈ પેટ્રોલ કે ડીઝલ કાર ઉત્પાદ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું છે. જો આ નિર્ણય કાયદો બનશે તો જર્મન પ્રજા ૨૦૩૦ પછી માત્ર ઈલેક્ટ્રિક કે હાઈડ્રોજન ધરાવતી કારની જ ખરીદી કરી શકશે. બુન્ડેસરાત એ જર્મન સાંસદોની સમિતિ છે, જેનું કાયદા બનાવવામાં મહત્ત્વ છે. જેમ ભારતમાં રાજ્યસભાની સહમતિ વગર ખરડો સંસદમાં પાસ ન થઈ શકે એમ જર્મનીમાં બુન્ડેસરાતની મંજૂરી વગર કાયદા બની શકતા નથી.

બુન્ડેસરાતે આ ખરડો પસાર કર્યો છે. બુન્ડેસરાતમાં જર્મનીના કુલ ૬૯ સાંસદો હોય છે. તેમણે બહુમતિથી આ નિર્ણય લીધો છે. જર્મન સાસંદો હવે આ જ નિર્ણય યુરોપિયન યુનિયનના બીજા દેશો પણ સ્વીકારે એવી અપીલ કરશે. અલબત્ત જર્મનીએ હજુ કાયદો બનાવ્યો નથી, પરંતુ બુન્ડેસરાતના આગ્રહ પછી બનાવે એવી શક્યતા પ્રબળ બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter