જાપાનમાં વિશ્વની સૌથી મોટી લાકડાની રિંગ

Sunday 11th May 2025 02:30 EDT
 
 

ઓસાકા: જાપાનના ઓસાકા શહેરમાં ગ્રાન્ડ રિંગનું નિર્માણ કરાયું છે. જે વિશ્વનું સૌથી મોટું લાકડાનું માળખું છે. તેને જાપાનના પ્રસિદ્ધ વાસ્તુકાર સૌ ફુઝિમોટોએ ડિઝાઈન કર્યું છે.
આ વુડન રિંગ 6 લાખ ચોરસ ફૂટથી પણ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. અને જો તેને ઉપરથી જોવામાં આવે તો તે વિશાળ રિંગ જેવું દેખાય છે. આ રિંગ વર્લ્ડ એક્સપો 2025નું મુખ્ય આકર્ષણ છે. આ રિંગ એટલી વિશાળ છે કે તેમાં એક શાનદાર વોક વે પણ છે, જેના પર ચાલીને મુલાકાતીઓ આખા એક્સપોને ઉપરથી નિહાળી શકાશે. સંપૂર્ણપણે લાકડામાંથી બનેલું આ માળખું સ્થાપત્ય કળાનું અદભુત ઉદાહરણ છે. આ આખું માળખું સસ્ટેનેબિલિટીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે, જેથી એક્સ્પો પછી ફરી તેનો ઉપયોગ કરી શકાશે.
12 મીટરની ઊંચાઇ ધરાવતી આ વુડન રિંગને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લાકડાના સૌથી મોટા માળખા તરીકે સ્થાન મળ્યું છે. આ વિશાળ રિંગનો વ્યાસ 2 કિલોમીટર છે, અને તેનું નિર્માણકાર્ય બે વર્ષ પૂર્વે 2023માં શરૂ થયું હતું. આ પ્રોજેક્ટની મનમોહક ડિઝાઇને લોકોની ભરપૂર પ્રશંસા મેળવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter