જાપાનમાં વિશ્વનો સૌથી મોટો રોબોટ

Friday 01st December 2023 05:19 EST
 
 

ટોક્યો: આ તસવીર જાપાનના મહાનગર ટોક્યોમાં આવેલા વિખ્યાત યોકોહામા પોર્ટની છે, જ્યાં એક વિશાળકાય રોબોટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ યંત્રમાનવે વિશ્વના સૌથી મોટા વર્કિંગ રોબોટનું બહુમાન મેળવ્યું છે. રોબોટની ઊંચાઈ 60 ફૂટ છે અને તેનું વજન 55 હજાર પાઉન્ડ છે. આ રોબોટ ચાલી શકે છે, એટલું જ નહીં એ તેના માથા અને હાથને પણ હલાવી-ચલાવી પણ શકે છે. આ રોબોટ 1970-80ના   દાયકામાં જાપાનમાં લોકપ્રિય એનિમેશન શો ગુંડમમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યો છે. આ રોબોટ અહીં પ્રવાસીઓનું મોટું આકર્ષણ બની ગયો છે. તેને નિહાળવા માટે દૂર-સુદૂરથી હજારો પ્રવાસીઓ અહીં ઉમટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter