જાપાનમાં ૧૮૦ કિમીની ઝડપે હગિબિસ વાવાઝોડું ત્રાટક્યુંઃ ૭૨ લાખ લોકોનું સ્થળાંતર

Wednesday 16th October 2019 07:42 EDT
 
 

ટોકિયો: જાપાનમાં છેલ્લા ૬૦ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું હગિબિસ ત્રાટકતાં સત્તાવાળાઓને હાઇએસ્ટ ડિઝાસ્ટર વોર્નિંગ જારી કરવી પડી છે. ૧૨મી ઓક્ટોબરે સાંજે ૭ કલાકે જાપાનના મુખ્ય હોન્શુ આઇલેન્ડ પર હગિબિસ ત્રાટકતાં ૧૮૦ કિલોમીટરની ઝડપે પવનની સાથે અતિભારે વરસાદ તૂટી પડયો હતો. વાવાઝોડાની સાથે સાથે જાપાનમાં ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ આવતાં સેંકડો મકાનોને નુકસાન થયું હતું. રાજધાની ટોકિયોમાં પણ ભારે વાવાઝોડાં સાથે અનરાધાર વરસાદ શરૂ થયો હતો. સરકારે લગભગ ૭૨ લાખ લોકોને સલામત સ્થળોએ ખસી જવાના આદેશ જારી કર્યાં હતાં. ટોકિયોની આસપાસના વિસ્તારોમાં હગિબિસે ભારે તબાહી મચાવી હતી. ઠેકઠેકાણે પૂર આવ્યું હતું તથા બીજા સેંકડો ઘરોમાં લાઇટ ગુલ થઈ ગઈ હતી. જાપાનના દક્ષિણ કિનારે ત્રાટકેલા વાવાઝોડાના પગલે બે લોકોનાં મોત થયાં હતાં અને ૩૦થી વધુને ઇજા પહોંચી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter