જાપાને છાલ સહિત ખવાય તેવું કેળું વિક્સાવ્યુ

Wednesday 14th February 2018 04:55 EST
 
 

ટોકિયોઃ જાપાને સંપૂર્ણ ખાવાલાયક એટલે કે છાલ સાથે ખવાય તેવું ‘મોંગી’ કેળું વિક્સાવ્યુ છે. પશ્ચિમ જાપાનના ઓકાયામા પ્રાંતમાં D&T ફાર્મમાં ટેક્નીકલ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સેત્સુઝો તનાકાએ આ કેળું વિક્સાવ્યુ છે. ઓકાયામાની બોલી મુજબ મોંગીનો અર્થ ‘અકલ્પનીય’ થાય છે. આ કેળા હજુ વધુ પ્રમાણમાં મળતા નથી. હાલ સ્થાનિક બજારમાં દર અઠવાડિયે ૧૦ કેળાની થોડી લૂમ જ વેચાય છે. એક કેળાની કિંમત ૪.૨૦ પાઉન્ડ (૬૪૮ યેન) છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter