જુર્ગ વિસ્લીએ સર્જ્યો વિક્રમઃ 1 ફુટ 8.6 ઈંચ લાં...બુ મરચું

Tuesday 01st September 2026 10:23 EDT
 
 

બર્નઃ ધરતી પરના સ્વર્ગ જેવો નજારો ધરાવતું સ્વિટ્ઝરલેન્ડ સુંદર પહાડો, ચીઝ અને ચોકલેટ માટે જગવિખ્યાત છે, પરંતુ જુર્ગ વિસ્લી નામના એક ભાઈએ સ્વિટ્ઝરલેન્ડને મરચાં માટે પણ વિશ્વમાં ખ્યાતિ અપાવી છે. આ ભાઈ ખેતીના શોખીન છે. તેમણે લાંબાં મરચાંની ખેતી કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આપણે સામાન્ય રીતે વધુમાં વધુ એકથી દોઢ વેંતનું મરચું જોયું હશે, પણ જુર્ગ વિસ્લીભાઈએ એક ફુટથી પણ લાંબું મરચું ઉગાડીને ઇતિહાસ રચ્યો છે. જુર્ગ વિસ્લીના નામે આ પહેલો રેકોર્ડ નોંધાયો છે એવું નથી. આ ભાઈ પોતાના જ રેકોર્ડને સમયાંતરે તોડતા રહ્યા છે. જુર્ગ વિસ્લીએ સૌથી પહેલાં 2018માં 1 ફુટ 7 ઇંચનું લાંબું મરચું ઉગાડ્યું હતું. એ પછી 2025માં પોતાનો રેકોર્ડ તોડીને 1 ફુટ 7.8 ઇંચનું મરચું ઉગાડ્યું હતું. અને હવે 11 ઓગસ્ટે જુર્ગ વિસ્લીએ તેમના ખેતરમાં 1 ફુટ 8.6 ઇંચ લાંબુ વિક્રમજનક મરચું ઊગાડ્યું છે. આ તેમનો તાજો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter