બૈજિંગઃ અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે. તો ચીન આવા દેશો સામે બદલો લેશે. ચીનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વાન્સ ભારતની મુલાકાતે છે અને બંને દેશો વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. ઉલ્લેખનીય કે ટ્રમ્પે ચીન પર 245 ટકા ટેરિફ જાળવી રાખ્યો છે જ્યારે અન્ય દેશોને 90 દિવસની ટેરિફ મુક્તિ આપી છે. હવે જોવાનું રહેશે કે આ મુદ્દા પર ચીન હવે શું કાર્યવાહી કરે છે.