જોર્ડન ભાડાપટ્ટે આપેલી જમીન ઇઝરાયલ પાસેથી પાછી લેશે

Saturday 16th November 2019 05:19 EST
 
 

અમાન: જોર્ડનના સુલતાને રવિવારે જાહેરાત કરી કે, ઇઝરાયેલને ભાડાપટ્ટે આપેલા જમીનના બે ટુકડા જોર્ડનના સંપૂર્ણ સાર્વભૌમત્વ માટે પાછા લઇ લેવાશે. રવિવારે આ ભાડાપટ્ટાનો કરાર પૂરો થતા જ સરહદે ફાટક બંધ કરીને રસ્તો બ્લોક કરી દેવાયો હતો. ઇઝરાયલે પણ આ જમીન પર પ્રવેશ બંધ કરી દીધો છે. આ ઘટનાને જોર્ડન અને ઈઝરાયેલ વચ્ચે બગડતાં સંબંધના સંકેત તરીકે જોવાઈ રહી છે. ઈઝરાયલનો ૭૦ વર્ષથી આ કૃષિ ભૂમિ પર કબજો છે.

 ૧૯૯૪ના શાંતિ કરાર હેઠળ આ ક્ષેત્રને એવી ધારણા સાથે ભાડાપટ્ટે આપવાની મંજૂરી અપાઈ હતી કે, આ કરાર આગળ વધારાશે. ઇઝરાયલને આશા હતી કે આ વિવાદનો ઉકેલ આવી જશે. આ કરાર હેઠળ ઇઝરાયલના ખેડૂત નહરઇમ અને તજોફરના જોર્ડન ક્ષેત્રોમાં ખેતી કરી શકતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter