જ્યોત સિંહ જ્યોર્જિયા સ્ટેટ એસેમ્બ્લીમાં ચૂંટાયેલા પ્રથમ શીખ અને ભારતીય અમેરિકન

Tuesday 17th November 2026 09:53 EST
 
 

એટલાન્ટાઃ વર્ષ 2026ની યુએસ મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જ્યોત સિંહે ઐતિહાસિક વિજય મેળવીને જ્યોર્જિયા જનરલ એસેમ્બલીમાં સ્થાન મેળવનાર પ્રથમ શીખ અમેરિકન અને પ્રથમ ભારતીય અમેરિકન તરીકે ઈતિહાસ રચ્યો છે. ગ્વિનેટ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ 97 બેઠક પરથી ચૂંટણી લડતા જ્યોત સિંહે રિપબ્લિકન ઉમેદવાર યાસીન મોઘાઝીને પરાજય આપ્યો હતો. આ બેઠક અગાઉ ડેમોક્રેટ રૂવા રોમન પાસે હતી, જેમણે સ્ટેટ સેનેટની ચૂંટણી લડવા માટે બેઠક ખાલી કરી હતી. યેલ યુનિવર્સિટીમાંથી ગ્લોબલ અફેર્સમાં સ્નાતક થયેલા 29 વર્ષીય જ્યોત સિંહ નોરક્રોસના ભારતીય શીખ પરિવારમાંથી આવે છે. તેમણે કોર્પોરેટ ફંડિંગ વિના, સંપૂર્ણપણે નાના દાન અને સ્થાનિક કાર્યકરોના ગ્રાસરૂટ સમર્થન આધારે પ્રચાર ચલાવ્યો હતો. તેમના ચૂંટણી મુદ્દાઓમાં મોંઘવારી, પરવડે તેવા મકાનો, જાહેર શિક્ષણ અને આરોગ્ય સેવાઓ મુખ્ય હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter