ઝીલ પટેલે માત્ર ૭ ડોલરના ખર્ચના ધમનીના ટેસ્ટની શોધ કરી

Thursday 03rd November 2016 07:35 EDT
 
 

ટોરન્ટોઃ કેલ્ગરીના માત્ર ૧૬ વર્ષના ગ્રેડ ૧૧માં અભ્યાસ કરતા ઝીલ પટેલે માનવ શરીરમાં ધમની બ્લોક થઈ છે કે નહીં તેની તપાસ માટે માત્ર ૭ ડોલરના ખર્ચના બ્લડ ટેસ્ટની શોધ કરી છે. તેનાથી ધમની બ્લોક છે કે નહીં તે તરત જાણી શકાય છે. ધમની બ્લોક થઈ જવાથી વ્યક્તિને હાર્ટ એટેક, સ્ટ્રોક આવે છે અને તેનું મૃત્યુ પણ થાય છે. આ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખૂબ સસ્તી છે. તેથી આ ટેસ્ટ ખૂબ નજીવા દરે થાય છે. વળી, હાલ કરાતા ટેસ્ટ કરતાં તે ખૂબ ઓછા સમયમાં થાય છે. બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલવું પડતું નથી. ઝીલ પટેલ આટલી નાની વયે એથરોસ્કલેરોસિસમાં નિષ્ણાત છે. ઝીલે તાજેતરમાં તેની આ શોધ માટે મોન્ટ્રિયલની મેકગિલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ૫૫મા એન્યુઅલ કેનેડા વાઈડ સાયન્સ ફેરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે તેની વયજૂથમાં હેલ્થ સાયન્સ ના પ્રોજેક્ટ માટે કેનેડિયન મેડિકલ લેબોરેટરીનો હેલ્થ સાયન્સ એવોર્ડ પણ
જીત્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter