ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ગોળીબાર, 10નાં મોતઃ હુમલાખોર મહિલા પણ મૃત મળી

Thursday 19th February 2026 03:44 EST
 
 

વાનકુંવરઃ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ગોળીબારની હિચકારી ઘટનામાં હુમલાખોર સહિત 10 લોકોના મોત થયા હતા જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) અનુસાર, 6 મૃતદેહ સ્કૂલની અંદરથી મળ્યા, બે નજીકના ઘરમાંથી જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલ લઈ જતી વખતે દમ તોડયો. બે ઘાયલની હાલત ગંભીર છે. પોલીસના જણાવ્યા મુજબ સંદિગ્ધ હુમલાખોર એક મહિલા હતી અને તે સ્કૂલની અંદર મૃત હાલતમાં મળી આવી. અધિકારીઓએ તેની ઓળખ અને હથિયાર સંબંધિત વિગતો જાહેર કરી નથી. પોલીસના જણાવ્યા મુજબ હવે કોઈ અન્ય સંદિગ્ધ નથી અને લોકોને કોઈ જોખમ નથી. જોકે, આ સ્કૂલને એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter