બૈજિંગ: અમેરિકી પ્રમુખની ટેરિફ નીતિ વિરુદ્ધ રશિયા, બ્રાઝિલ પછી હવે ચીનનો ભારતને સાથ મળ્યો છે. ભારત સહિત દુનિયાના દેશો પર ટ્રમ્પની ટેરિફની જાહેરાતને ચીને અમેરિકાની દાદાગીરી ગણાવી છે. ચીને કહ્યું કે, તમે ધમકી આપનારાને તમે થોડીક પણ ઢીલ દો તો તે તમારો ફાયદો ઉઠાવવા લાગે છે. અમેરિકા દુનિયાના દેશોને દબાવવા માટે ટેરિફનો હથિયાર તરીકે ઊપયોગ કરી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારત સહિત અન્ય દેશો પર ટ્રમ્પના ટેરિફ થોપવાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું ટ્રમ્પની આ નીતિ આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ છે. ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઈહોંગે તેમના વિદેશ મંત્રીનું નિવેદન સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.


