ટ્રમ્પ દ્વારા ઇમિગ્રન્ટ્સ, વર્ક વિઝા પરના પ્રતિબંધોની મુદતમાં માર્ચ સુધીનો વધારો

Tuesday 05th January 2021 16:42 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોક્કસ પ્રકારના વર્ક વિઝાને જારી કરવા પર મૂકેલા પ્રતિબંધોની મુદતમાં ત્રણ મહિનાનો વધારો ૧લી જાન્યુઆરીએ ઘોષિત કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે, કોવિડ-૧૯ની અમેરિકાના શ્રમબજાર અને અમેરિકી સમુદાયના આરોગ્ય પર પડેલી અસરો રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. ટ્રમ્પે વધી રહેલી બેરોજગારી, મહામારી, રાજ્યો દ્વારા બિઝનેસ ક્ષેત્ર પર અમલી મહામારી નિયંત્રણો તેમ જ જૂન મહિનાથી રાજ્યોમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસને ટાંકીને ચિંતા જાહેર કરી હતી. વિઝા પર એપ્રિલ અને જૂનમાં મૂકવામાં આવેલા પ્રતિબંધોની મુદત ૩૧ ડિસેમ્બરે પૂરી થતી હતી. આ પ્રતિબંધોની મુદત લંબાવાઈ છે તેમાં અમેરિકામાં કામ કરવા વિદેશી લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા એચ-૧બી અને એચ-૨બી વિઝાનો પણ સમાવેશ થાય છે.
એચ-૧બી વિઝા ટેક વ્યવસાયીઓમાં ખૂબ જ લોકપ્રિય છે તો એચ-૨બી વિઝા બિનખેતી મોસમી કામદારને ઇશ્યૂ થતો હોય છે. તે ઉપરાંત જે-૧ વિઝા સહિતના અન્ય ટૂંકી મુદતના વિઝા આપવાની કામગીરી પણ મોકૂફ રખાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter