ટ્રમ્પના મુકાબલે મોદીના ફેસબુક ફોલોઅર્સ બે ગણા

Wednesday 09th May 2018 07:52 EDT
 
 

જિનીવાઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ટ્વિટર પર રાજ કરતા હોય પરંતુ ફેસબુક ફોલોઅર્સને મુદ્દે તેઓ વડા પ્રધાન મોદીને મુકાબલે ખૂબ પાછળ છે. વડા પ્રધાન મોદી ફેસબુક પર ૪.૩૨ કરોડ ફોલોઅર્સની સંખ્યા ધરાવે છે. બર્સન – માર્ટસ્ટેલર કંપનીએ હાથ ધરેલા અભ્યાસ મુજબ ટ્રમ્પના ફેસબુક ફોલોઅર્સને મુકાબલે મોદી બમણા ફોલોઅર્સ ધરાવે છે. ટ્રમ્પ ફેસબુક પર ૨.૩૧ કરોડ ફોલોઅર્સ ધરાવે છે. અલબત્ત એશિયામાં ટ્વિટરને મુકાબલે ફેસબુકનો ઉપયોગ વધુ થાય છે. તેને કારણે એશિયાના નેતાઓ ફેસબુક પર વધુ ફોલોઅર્સ ધરાવતા હોય છે.
કંબોડિયાના વડા પ્રધાન હન સેન પણ ૯૬ લાખ ફોલોઅર્સ સાથે પાંચમો ક્રમ ધરાવે છે. કંબોડિયામાં ફેસબુક યૂઝર્સની સંખ્યા છે તેના કરતાં વડા પ્રધાન વધુ ફોલોઅર્સ ધરાવે છે. જોર્ડનના રાણી રાનીઆ આ સ્પર્ધામાં ત્રીજા ક્રમે આવે છે. જોર્ડનની રાણી અધધ... ૧.૬ કરોડ ફોલોઅર્સ ધરાવે છે. સામાન્ય રીતે પોતાની નામના વધારવા માટે તેમજ ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે કેટલાય દેશના રાજકીય નેતાઓ પોસ્ટ મૂકવાની જવાબદારી અન્યોને સોંપવાને બદલે જાતે જ પોસ્ટ કરતા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter