ટ્રમ્પની ભૂલથી અમેરિકાની પ્રતિષ્ઠાને દાગઃ ઓબામા

Thursday 10th May 2018 08:31 EDT
 

વોશિંગ્ટનઃ ઇરાન ન્યુક્લિયર ડીલમાંથી ખસી જવાની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા બાદ ડીલમાં સામેલ અન્ય પાંચ દેશ બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન અને જર્મનીએ સખત વિરોધ કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે આ કરારમાં ઘણી ખામીઓ છે અને તે અમેરિકાના હિતમાં નથી આનાથી ઇરાનને તો ધન મળ્યું પણ તેને પરમાણુ હથિયાર હાંસલ કરવાથી રોકી ન શકાયું. આ કરાર ૨૦૧૫માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નેતૃત્વમાં થયો હતો. ઓબામાએ ટિ્વટ કરીને આને ટ્રમ્પ સરકારનો ખોટો નિર્ણય કહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter