વોશિંગ્ટન: પ્રમુખ ટ્રમ્પ એક નવા કોર-5 (CA) નામનું એલિટ ગ્રૂપ બનાવવા હિલચાલ કરી રહ્યા છે. G-7ને કોરાણે મૂકીને બનનારા આ ગ્રૂપમાં અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાનને જ સામેલ કરાશે. G-7 ફક્ત 7 અમીર દેશો તેમજ લોકશાહી દેશો છે જ્યારે સુપર કલબ C-5માં જે તે દેશની વસ્તી અને અન્ય લશ્કરી તેમજ આર્થિક તાકાતને આધારે દેશને સ્થાન અપાશે. તેમાં જે તે દેશમાં લોકશાહી છે કે કેમ તેને ધ્યાનમાં લેવાશે નહીં. ટ્રમ્પની આ હિલચાલથી યુરોપના દેશો અને નાટોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગયા અઠવાડિયે વ્હાઈટ હાઉસમાં તેની નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી (NSS) નાં 33 પાનાનું વર્ઝન જાહેર કરાયું હતું જેમાં એક લાંબુ પ્રસિદ્ધ કર્યા વિનાનું વર્ઝન હતું જેમાં C-5નો ઉલ્લેખ છે. અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાન એ પાંચ દેશની વસ્તી 100 મિલિયનથી વધારે છે. આથી પાંચેય દેશો તેમનાં અને એકબીજાના હિતમાં સાથે મળીને કામ કરે તેવી ટ્રમ્પની યોજના છે. C-5 દેશો દ્વારા નિયમિત રીતે સમિટનું આયોજન કરાશે પણ સૌ પહેલા મિડલ ઈન્ટમાં સુરક્ષા, ખાસ કરીને ઇઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને નોર્મલાઈઝડ કરવાનો પ્લાન છે. C-5 નું અસ્તિત્વ હાલ કાગળ પર છે પણ જો તે ખરેખર અસ્તિત્વમાં આવશે તો
આખી દુનિયાનો નકશો બદલાઈ શકે છે.


