ટ્રમ્પનો ડોળો હવે ક્યુબા ઉપરઃ અમે ફ્રેન્ડલી ટેકઓવર કરવા તૈયાર

Friday 06th March 2026 06:48 EST
 
 

વોશિંગ્ટનઃ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ નવા સમીકરણો રચાયા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, અમેરિકા હાલ ક્યુબા સાથે વાતચીત કરી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનું ‘ફ્રેન્ડલી ટેકઓવર’ કરી શકે છે.

ટ્રમ્પે કહ્યું કે, ક્યુબાની સરકાર અમારી સાથે મંત્રણા કરી રહી છે. તેમની પાસે અત્યારે પૈસા નથી, ખાવા માટે અનાજ નથી કે અન્ય કોઈ સુવિધા પણ નથી. તેઓ ભારે મુશ્કેલીમાં છે. વિદેશ મંત્રી માર્કો રુબિયો ક્યુબાના નેતાઓ સાથે ઉચ્ચ સ્તરે મંત્રણાઓ કરી રહ્યા છે. અમે કદાચ ક્યુબાનું ‘ફ્રેન્ડલી ટેકઓવર’ કરી લઈશું.
ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ક્યુબાના દરિયાકાંઠે અમેરિકાની એક સ્પીડબોટ પર ફાયરિંગ થયું હતું.
આ અથડામણમાં ચાર લોકોના મોત થયા હતા. બીજી તરફ, જાન્યુઆરીમાં વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોની ધરપકડ બાદ ક્યુબાને મળતા તેલને બંધ કરવામાં આવ્યું છે. વેનેઝુએલાની મદદ પર નિર્ભર દેશમાં હાલ અંધાધૂંધી જોવા મળી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter