વોશિંગ્ટનઃ યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની કંપનીના લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોકના અમેરિકી યુનિટના વેચાણ માટે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટિકટોકના અમેરિકી યુનિટનું વેચાણ અમેરિકા અને વૈશ્વિક રોકાણકારોને કરાશે અને તેનું મૂલ્ય આશરે 14 બિલિયન ડોલર આંકવામાં આવ્યું છે. હવે ડેલ ટેકનોલોજીના સ્થાપક માઇકલ ડેલ અને ફોક્સ કોર્પના ચેરમેન ઇમેરિટસ રુપર્ટ મર્ડોક તથા ચાર કે પાંચ વર્લ્ડ ક્લાસ રોકાણકારો તેને ખરીદે તેવી ધારણા છે. ટિકટોક અમેરિકા અને ચીન વચ્ચેનો એક લાંબા વિવાદનું કારણ છે. ટ્રમ્પ ઘણીવાર તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કરી ચૂક્યા છે. ટ્રમ્પે આ એપ પરના પ્રતિબંધ મુકતા કાયદાના અમલને 20 જાન્યુઆરી સુધી મોકૂફ રાખ્યો હતો. જોકે ડીલના ભાગરૂપે ચીની કંપનીએ તેના અમેરિકા યુનિટને અલગ કરીને તેનું વેચાણ કરવું પડશે.


