ટ્રમ્પે કેનેડા ઉપર 50 ટકા ટેરિફ ઝીંક્યોઃ ફુગાવો અને વેપાર યુદ્ધનું જોખમ વધ્યું

(કેનેડા કોર્નર)

Saturday 01st August 2026 06:05 EDT
 
 

વોશિંગ્ટન: પ્રમુખ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી મોટાભાગની ચીજો પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પનો આરોપ છે કે કેનેડા લાંબા સમયથી અમેરિકન ઓટોમોબાઈલ્સ, આલ્કોહોલ અને ડેરી ઉત્પાદનો સામે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરે છે. અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે આ પગલું લેવાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. વ્હાઈટ હાઉસ અનુસાર, નવા ટેરિફ આગામી 30 દિવસમાં અમલમાં આવશે. તેમાં વાઈન, હોકી સ્ટીક અને સિમેન્ટ સહિત વિવિધ પ્રકારના કેનેડિયન ઉત્પાદનોનો સમાવેશ થશે. વહીવટી તંત્ર માને છે કે કેનેડાને આવી કાર્યવાહી માટે જવાબદાર ઠેરવવું જોઈએ.
અમેરિકાએ 2020માં અમલમાં આવેલા યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા એગ્રીમેન્ટ (USMCA વેપાર કરાર)ને રિન્યૂ કર્યો નથી. આ પછી, હવે ત્રણેય દેશો વચ્ચે નવા વેપાર કરાર પર વાટાઘાટો શરૂ થશે, જે 2036 સુધી ચાલી શકે છે. ટ્રમ્પ વહીવટી તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ તેમના સહાયકોને કેનેડા પર વધારાના ટેરિફ લાદવાની શક્યતા તપાસવા પણ કહ્યું છે. તેમની દલીલ કરે છે કે કેનેડાના જંગલોમાં ફેલાતી આગનો ધુમાડો યુનાઇટેડ સ્ટેટ્સમાં હવાની ગુણવત્તાને બહુ ખરાબ અસર કરે છે.

ટ્રમ્પે કેનેડા પર ભેદભાવનો આરોપ લગાવ્યો
તેમના સત્તાવાર આદેશમાં, ટ્રમ્પે જણાવ્યુંહતું કે અમેરિકન કાર, વાઇન અને ખાસ કરીને ચીઝની આયાતની વાત આવે ત્યારે કેનેડા અમેરિકન ઉત્પાદનો સાથે સમાન વર્તન કરતું નથી. તેમનો દાવો છે કે કેનેડાનો અભિગમ યુરોપિયન દેશોની તુલનામાં અમેરિકન ડેરી ઉત્પાદનો સાથે ભેદભાવ કરે છે. અમેરિકા દ્વારા અગાઉ લાદવામાં આવેલા ટેરિફના જવાબમાં કેનેડાએ અનેક અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ વધાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter