ટ્રેડવોર બંધ કરવા સમજૂતીના બીજા જ દિવસે હોંગકોંગ મુદ્દે ચીનની અમેરિકાને ધમકી

Monday 16th December 2019 07:02 EST
 

નવી દિલ્હી: હોંગકોંગમાં ચાલતા સરકાર વિરોધી દેખાવોના સંદર્ભે ચીને ટ્રમ્પ વહીવટી તંત્ર પર ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે અમેરિકા ચીનના આર્થિક કેન્દ્રને નુકસાન પહોંચાડવાના હેતુથી આ દેખાવોને સમર્થન આપી રહ્યું છે. ભારત ખાતેના ચીનના રાજદૂત સન વેઈડોંગે જણાવ્યું છે કે ચીન પાસે પુરાવા છે કે જે દર્શાવા છે કે હોંગકોંગના દેખાવોને ઉગ્ર બનાવવામાં અમેરિકા હસ્તક્ષેપ કરી રહ્યું છે. ચીને ટ્રમ્પ વહીવટી તંત્રની ટીકા એવા સમયે કરી છે જ્યારે બંને દેશો પ્રથમ તબક્કાની વેપાર સમજૂતી માટે સંમત થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સહિતના વિશ્વના દેશોના હિતમાં છે કે હોંગકોંગમાં સ્થિરતા અને સમૃદ્ધિ જળવાઈ રહે. અમેરિકાનો ઉદ્દેશ ચીનના અર્થતંત્રને અસ્થિર બનાવવાનો છે અને માટે તે હોંગકોગનો વિનાશ કરવા માગે છે.
ચીને અમેરિકાને હોંગકોંગમાં તમામ પ્રકારનો હસ્તક્ષેપ બંધ કરવાની ચેતવણી આપી છે. જો અમેરિકા પોતાની હરકતો નહીં છોડે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકાએ પણ હોંગકોંગના દેખાવો મુદ્દે ચીનની સરકારની અનેક વખત ટીકા કરી છે. અમેરિકાના કહેવા પ્રમાણે ચીન જે રીતે દેખાવો બંધ કરાવવાના પ્રયત્નો કરી રહ્યું છે તે યોગ્ય નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter