ડ્રાઈવરલેસ ઈલેક્ટ્રિક ટ્રક્સથી જોડાશે યુએઈમાં મુખ્ય બંદરો

Saturday 13th April 2024 08:27 EDT
 
 

યુએઈમાં થોડા સમયમાં ડ્રાઈવર વિનાની ટ્રક્સ દ્વારા માલસામાનનું પરિવહન કરાશે. આ માટે ડ્રાઈવરલેસ ટ્રક્સને દેશના મુખ્ય બંદરો સાથે જોડાશે. વર્ષના અંત સુધીમાં અબુ ધાબી, દુબઈ, શારજાહ અને અલ આઈનના રસ્તાઓ પર ડ્રાઈવરલેસ ટ્રક્સનો કાફલો જોવા મળશે. ઈલેક્ટ્રિક અને ઓટોનોમસ ટ્રકિંગ કંપની ઈનરાઈડની સેલ્ફ ડ્રાઈવિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુએઈ પર્યાવરણને બચાવવા માંગે છે. યુએઈ સરકારે આ માટે સ્વીડીશ કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter