ઢાકામાં હોડી ડૂબીઃ ૨૮નાં મોત

Thursday 02nd July 2020 18:06 EDT
 
 

ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસે બૂઢીગંગા નદીમાં હોડી ડૂબી જવાથી ૨૮ લોકોનાં મોત થયાના અહેવાલ ૨૯મીએ હતાં. હોડીમાં ૧૦૦થી વધુ લોકો સવાર હતા. ૨૮ મૃતદેહ બહાર કઢાયા પછી મૃતકોની સંખ્યા વધી શકે તેવું તંત્રએ જણાવ્યું હતું. અમુક લોકોએ તરીને જીવ બચાવ્યો તો અમુકને બચાવવામાં આવ્યા હતા. વહીવટીતંત્રએ કહ્યું છે કે બીજી હોડી સાથે અથડાવાથી આ દુર્ઘટના થઇ હતી. હજુ કેટલા લોકો ગુમ છે અને કેટલા બચાવવામાં આવ્યા છે તેની માહિતી મળી નથી. ઢાકા પાસે શ્યામબાજારમાં સોમવારે સવારે ૯.૩૦ વાગ્યે દુર્ઘટના બની હતી. આ હોડી ઢાકાથી મુંશીગંજ જઇ રહી હતી. સરદારઘાટ ટર્મિનલ પાસે તે મોયુર-૨ નામની અન્ય હોડી સાથે અથડાઇ ગઇ હતી. તેમાં મોર્નિંગ બર્ડ હોડી ડૂબી ગઇ હતી. અત્યાર સુધી ૧૮ પુરુષ, સાત મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter