ઓટ્ટાવાઃ અમેરિકાની ચીજવસ્તુઓ પર લાદવામાં આવેલો વળતો ટેરિફ કેનેડા નાબૂદ કરી રહ્યું હોવાની જાહેરાત વડાપ્રધાન માર્ક કાર્નીએ કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા એગ્રીમેન્ટ (યુએસએમસીએ) હેઠળ આવરી લેવાયેલી વસ્તુઓને મુક્તિ આપવાના અમેરિકાના તાજેતરના નિર્ણયના બદલામાં આ જાહેરાત કરાઈ છે. યુએસ પ્રમુખ ટ્રમ્પના ફોન બાદ કાર્નીએ જણાવ્યું હતું કે પહેલી સપ્ટેમ્બરથી કેનેડા સંધિ હેઠળ આવરી લેવામાં આવેલાં અમેરિકી ચીજો પર તમામ ટેરિફ નાબૂદ કરી દેશે. બન્ને દેશોની વ્યાપક ટ્રેડ ડિલ અંગેની ચર્ચા તીવ્ર બનતાં જ આ નિર્ણય લેવાયો છે. કાર્નીએ ઉમેર્યું હતું કે કેનેડાએ અમેરિકા સાથે તાજેતરમાં સૌથી સારી ટ્રેડ ડિલ કરી છે. બન્ને દેશોએ મોટાભાગની ચીજો માટે મુક્ત વેપાર ફરી સ્થાપિત કરી છે.