તમે વિશ્વના હીરોઃ નેતન્યાહૂ

Thursday 08th October 2026 06:41 EDT
 
 

તેલ અવીવઃ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફ્લાયદુબઈના ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી તેમની હિંમતને સલામ કરી છે. તેમણે કેપ્ટન સ્મિતને ‘ઈઝરાયલ અને ભારતના જ નહીં, સમગ્ર વિશ્વના હીરો’ ગણાવ્યા હતા.
નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેપ્ટન મચ્છરને ઇઝરાયલના સ્વતંત્રતા દિવસે જ્યોત પ્રગટાવવા માટે પણ આમંત્રણ આપ્યું છે. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073ના કોકપિટમાં બુધવારે કો-પાયલોટે કેપ્ટન મચ્છર પર કથિત રીતે હુમલો કર્યો હતો. હુમલામાં મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફ્લાઈટમાં 174 મુસાફરો સવાર હતા. નેતન્યાહુએ કેપ્ટન સ્મિતની હિંમત અને મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહી નિર્ણય લેવાની ક્ષમતાની પ્રશંસા કરી.
આ સન્માન માત્ર ઈઝાયેલી નાગરિકો માટે હોય છે
ઈઝાયેલના વડાપ્રધાને કહ્યું હતું કે ‘આ અમારું સર્વોચ્ચ સન્માન છે જે અમે અમારા સ્વતંત્રતા દિવસે આપીએ છીએ. તે સામાન્ય રીતે ઇઝરાયલ નાગરિકો માટે અનામત હોય છે, પરંતુ મને લાગે છે કે આ કિસ્સામાં ઇઝરાયલના તમામ નાગરિકો તમને અપનાવશે... તેથી અમે તમને ટૂંક સમયમાં ઇઝરાયલમાં જોવાની આશા રાખીએ છીએ.’ ઇઝરાયલનો સ્વતંત્રતા દિવસ, અથવા યોમ હાઅત્ઝમાઉત હીબ્રુ મહિના ઇયારના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે, જે એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter