તાલિબાનના ડરથી મહિલા શિક્ષણ માટે ગુપ્ત સ્કૂલો ખુલી

Thursday 01st September 2022 06:37 EDT
 
 

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવ્યા પછી મહિલાઓ પર નિયંત્રણો લાગુ કર્યા છે. કટ્ટરવાદી શાસકોએ સ્ત્રીઓને જાહેરમાં પુરુષોના સંગાથ વગર બહાર નિકળવા ઉપર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો બાળકીથી માંડીને યુવતીઓના સ્કૂલ-કોલેજે જવા ઉપર પર નિયંત્રણો ફરમાવ્યા છે. જોકે આ જ દેશના સ્વતંત્ર વિચારો ધરાવતા કેટલાક નાગરિકોએ પોતાની રીતે શિક્ષણ મેળવવાનો શોધી કાઢ્યો છે. કેટલાક ઘરમાં પુસ્તકો છુપાવીને અભ્યાસ કરી રહ્યા છે તો સમાજસેવી સંસ્થા હવે સિક્રેટ સ્કૂલો ચલાવે છે. યુવતીઓ ઘરના પુરુષોથી છુપાવીને ઘરો અને કિચનમાં પુસ્તકો રાખી રહી છે. એક યુવતીએ જણાવ્યું હતું કે મારો ભાઇ જો હાથમાં પુસ્તક જોઇ જાય તો મને મારે છે. માટે હું કિચનમાં પુસ્તકમાં રાખીને વાંચું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter