તાલિબાની વિચારધારા પરાસ્તઃ સ્વાતમાં બુદ્ધની પ્રતિમાની સ્થાપના

Wednesday 18th July 2018 09:24 EDT
 
 

સ્વાતઃ પાકિસ્તાનનાં સ્વાત ખીણ વિસ્તારમાં એક પથ્થર પર ઉપસેલી બુદ્ધની પ્રતિમાને ૨૦૦૭માં પાકિસ્તાની તાલીબાનોએ તોડી હતી. હવે આ પ્રતિમાને ફરીથી સ્થાપિત કરાઈ છે. આ પ્રતિમા હવે સ્વાતમાં સહિષ્ણુતાના પ્રતીક તરીકે ઉભરી રહી છે. ૨૦૦૧નાં બામિયાનની તર્જ પર ૨૦૦૭માં આ પ્રતિમાને ડાયનામાઇટથી ઉડાવવાનો પ્રયાસ કરાયો હતો, જેનાં કારણે આ પ્રતિમાને ઘણુ નુકસાન પહોંચ્યું હતું. કેટલાંક લોકોની નજરમાં આ ક્રુરતાપૂર્ણ કૃત્ય હતું. કટ્ટરપંથીઓએ આ વિસ્તારના ઐતિહાસિક ઓળખ અને સંસ્કૃતિને ખતમ કરવામાં કોઇ જ કસર છોડી નહોતી. સ્વાતમાં બુદ્ધિજીવ એક એક્સપર્ટ ૭૯ વર્ષનાં પરવેઝ શાહીએ કહ્યું, મને લાગ્યું કે જે રીતે તેમણે મારા પિતાની હત્યા કરી દીધી હોય. તેમણે મારી સંસ્કૃતિ અને મારા ઇતિહાસ પર હુમલો કર્યો. ત્યાં હવે ઇટાલીની સરકાર સેંકડો પુરાતત્ત્વ મહત્ત્વની જગ્યાઓને સંરક્ષિત કરવામાં મદદ કરી રહી છે. સ્થાનિક તંત્રને આશા છે કે આ સ્થળને ઇટાલી સરકારની મદદથી ફરીથી પુનર્જિવિત કરવામાં આવશે, ત્યાર બાદ ત્યાંનું ટુરિઝમ પણ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter