તીખીતમતમતી સ્પર્ધા

Saturday 14th July 2018 10:25 EDT
 
 

બૈજિંગઃ સામાન્ય માણસને એક-બે કાચા મરચાં ખાવામાં આવી જાય તો પરસેવો આવવા સાથે મોઢામાં જાણે આગ લાગી તેવી હાલત થઈ જાય છે. તો જરા વિચારો કે ૪૦ ડીગ્રી સેલ્સિયસની અંગદઝાડતી ગરમીમાં લાલચટક તીખાં મરચાં ભરેલાં બાથટબમાં બેસીને તીખાં તમતમતાં મરચાં ખાવાના હોય તો શું થઈ જાય? આમ છતાં, ચીનના દક્ષિણમાં તીખાં મસાલેદાર ખોરાક માટે જાણીતા હુનાન પ્રાંતમાં આઠ જુલાઈની બપોરે મરચાં ખાવાની વાર્ષિક સ્પર્ધામાં સેંકડો સ્પર્ધકો વિક્રમ નોંધાવવા તૈયાર થઈ ગયા હતા. આ સ્પર્ધા મનોબળ અને મરચાં ખાવાની ઝડપ વિશેની હતી. જોકે, કેટલાંક સ્પર્ધક તો ગરમીથી ત્રાહિમામ પોકારી અને કેટલાંક સ્પર્ધક તો આંખમાં ગરમ અને તીખાશવાળું પાણી જવાથી નાસીપાસ થઈ અધવચ્ચેથી જ સ્પર્ધા છોડી ગયા હતા. આ સિવાય પણ મરચાં ખાતી વખતે તેમના ચહેરાના હાવભાવ પણ જોવાંલાયક હતા. આ સ્પર્ધામાં સ્થાનિક મરચાવીર તાંગ શુઆઈહુઈએ એક મિનિટમાં ૫૦ મરચાં ખાઈને નવો વિક્રમ નોંધાવ્યો છે. રસપ્રદ બાબત એ છે કે ગત વર્ષે નિંગક્સીઆંગમાં યોજાયેલી આ સ્પર્ધાના વિજેતાએ ૬૦ સેકન્ડમાં માત્ર ૧૫ મરચાં ખાધા હતા. આ જોઈએ તો, શુઆઈહુઈનો નવો વિક્રમ તૂટવાની શક્યતા ઓછી જણાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter