વોશિંગ્ટનઃ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) અને જૈશ-એ-મોહંમદ (જેઈએમ) જેવા ત્રાસવાદી સંગઠનો સાથે સંપર્ક રાખનાર એક પાકિસ્તાની અમેરિકી નાગરિક વકાર-અલ-હુસૈનની તાજેતરમાં ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનથી તે અમેરિકા આવ્યો કે તરત અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની પોલીસે એને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું કે, ૧૫ વર્ષની ઉંમરે અમેરિકામાં આવી વસનારા વકાર-અલ-હુસૈન નામના પાકિસ્તાની અમેરિકી નાગરિકને ઉત્તર કેરોલિનાના ડગ્લાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી લેવાયો હતો.
સને ૨૦૧૫માં એના ત્રાસવાદી જૂથો સાથેના સંપર્ક વિશે ખોટા નિવેદન કર્યા હોવાથી એને પકડી લેવાયો છે. જો ગુનેગાર ઠરશે તો એને આઠ વર્ષની સજા થઈ શકે છે.