દક્ષિણ આફ્રિકામાં હનુમાન ચાલીસાનું પઠન

Wednesday 24th April 2019 08:01 EDT
 

જોહાનિસબર્ગઃ દ. આફ્રિકાના જ્હોનિસબર્ગમાં તાજેતરમાં લગભગ ૩૫ ભજન મંડળીઓએ મળીને સતત ૧૨ કલાક સુધી ભજન ગાયા હતા. દરેક ભજન મંડળીને ૨૦-૨૦ મિનિટનો સમય અપાયો હતો. તેમાં દક્ષિણ આફ્રિકન ભારતીય ગાયિકા વંદના નારને છ ધૂન પર હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. આ ધૂન અલગ અલગ ઉંમરના લોકો મુજબ બનાવાઈ છે. જેવી રીતે વૃદ્ધો માટે પરંપરાગત ધૂન છે તો યુવાઓ માટે ઇલેક્ટ્રોનિક મ્યુઝિક. પૂર્વ આફ્રિકી રાષ્ટ્રપતિ નેલસન મંડેલાની ૧૫૦મી પુણ્યતિથિએ પણ વંદના, તેમની બહેન જાગૃતિ, પિતા જગદીશ ભજન પ્રસ્તુત કરી ચૂક્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter