દરિયાની વચ્ચે બે ક્રૂઝ અને બંનેમાં વાઇરસઃ વિશ્વ ચિંતામાં

Thursday 14th May 2026 06:57 EDT
 
 

નવી દિલ્હીઃ ક્રૂઝ શિપ હોન્ડિયસમાં હંતા વાઇરસ ફેલાયા બાદ હવે વધુ એક ક્રૂઝ કેરેબિયન પ્રિન્સેસમાં નોરો વાઇરસ ફેલાયો છે. બંને ક્રૂઝ શિપની દેખરેખ ડબલ્યુએચઓના શિરે છે. કેરેબિયન પ્રિન્સેસની વિશેષ દેખરેખ રખાઈ રહી છે. હોન્ડિયસમાં સંક્રમિત પ્રથમ દર્દીના મોત બાદ તેની પત્નીએ અન્ય મુસાફરો સાથે હાથ મિલાવ્યા હતા, તે મહિલાનું પણ સંક્રમણને કારણે મોત થયું છે.

3000થી વધુ પ્રવાસી, 120 સંક્રમિત

કેરેબિયન પ્રિન્સેસ ક્રૂઝ શિપ ફ્લોરિડાથી 13 દિવસની સધર્ન કેરેબિયન યાત્રા પર નીકળ્યું છે, જેમાં 3 હજાર મુસાફર છે. જહાજ પર લગભગ 120 મુસાફર નોરો વાઇરસના કારણે ઊલટી-ઝાડા અને પેટમાં સંક્રમણથી પીડિત છે.

હોન્ડિયસમાં 147 મુસાફર, 6 સંક્રમિત

આર્જેન્ટિનાથી એન્ટાર્કટિકાની યાત્રા પર નીકળેલા આ ક્રૂઝ પર 147 મુસાફર અને ક્રૂ મેમ્બર્સ સવાર છે. અત્યાર સુધી વાઇરસથી 6 પ્રવાસી પ્રભાવિત થયા છે અને 3નાં મોતની પુષ્ટિ થઈ છે. સંક્રમણના કારણે કેપ વર્ડેમાં ડોકિંગની મંજૂરી મળી નથી. હવે તેને કેનરી આઇલેન્ડ લઈ જવાયું છે. ડબલ્યુએચઓ મુસાફરોની દેખરેખ રાખી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter